ઢળતી આ સાંજ અને નીતરે છે આકાશ
ઝાટકી છે કલમ, શબ્દો ટપકે જો કાશ..
ક્યાં બોલાવે ગરમ ચુસ્કીઓ પ્રેમથી..?
કીટલીની બુમો સંભળાય છે આસપાસ..
શોધતા રહ્યાં ચેહરા, વરાળના વળાંકમાં
વાદળમાં ગગડ્યા કરે, યાદ્દ્ગીરી ખાસ-ખાસ.. -Novice
ધુમાડાના શબ્દો 'ને સળગેલો કાગળ,
ભીનું-ભીનું લખજો, કલમ જાણે ઝાકળ...
ધગધગતી રેતીમાં પાગલના પગલા,
જાણીને જાજો કે મૃગજળ છે આગળ...
ઉગતી સવારે છે ઉડવાના શમણા,
પગમાં ના બાંધો સંબંધોની સાંકળ... -Novice