સમયને ધ્યાન છે મારું, સમયની નોંધ હું રાખું,
સમય જો આળસી જાયે, ઘડીભર સાદ હું નાખું,
સમય મારો, તો હું તારો, પ્રણય ક્ષણ-ક્ષણમાં ગણનારો,
સમય જો વાટ ના જુવે, સમય પર હું વિફરનારો.
ટકોરા શે'ના છે ઘડિયાળ? કાં' હું સમજ્યો નથી આ કાળ,
સમય પકડ્યો તો ટાઢક છે, સમય સરક્યો તો લાગી ઝાળ...
No comments:
Post a Comment